ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદીએ દેશને કમજોર કર્યો : રાહુલ ગાંધી - ગુજરાતીસમાચાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે, ચીનને ભારતમાં ઘુસી આપણા જવાનોને મારવાની હિંમત કરી કારણ કે, મોદી સરકાર પોતાની ' દેશ વિરોધી નીતિઓ અને કાર્યોએ દેશને કમજોર કર્યું છે. રાહુલે કહ્યું કે, કૃષિ કાયદો તેનું તાજુ ઉદાહરણ છે.

Rahul Gandhi
કોંગ્રેસ નેતા

By

Published : Oct 6, 2020, 10:29 AM IST

પંજાબ :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે, ચીનને ભારતમાં ઘુસી આપણા જવાનોને મારવાની હિંમત કરી કારણ કે, મોદી સરકાર પોતાની ' દેશ વિરોધી નીતિઓ અને કાર્યોએ દેશને કમજોર કર્યું છે. રાહુલે કહ્યું કે, કૃષિ કાયદો તેનું તાજુ ઉદાહરણ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ચીનને લાગ્યું કે, મોદીએ ભારતને કમજોર પાડ્યું છે. તેમને આપણી જમીનના 1,200 કિલોમીટર ક્ષેત્રે પર તેમના નિયંત્રણ સ્થાપિત કરવા માટે ફાયદો ઉઠાવ્યો છે.રાહુલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ તોડી નાંખી છે.

તેમણે દાવો કર્યો કે,કોંગ્રેસની આગેવાનીવાળી (સંપ્રગ) દરમિયાન અર્થતંત્રનો વિકાસ દર નવ ટકા હતો.જ્યારે હવે તે 24 ટકા પર આવી ગયો છે. વડાપ્રધાને તેમના મૂડીવાદી અને ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરી દેશને બરબાદ કરવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત પાછળ જઈ રહ્યું છે. જે ચીનીઓએ જોઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીનને કેમ આપણા વિસ્તારમાં પ્રવેશ કરવાની હિંમત કરી શકે, તે આપણા 20 જવાનોને મારી શકે છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય ક્યારેય છુપાવી શકાતું નથી. તેમણે કહ્યું, "જો આપણે આજે સત્યનો સામનો નહી કરીએ તો આપણને ભોગવવું પડશે."

રાહુલે લોકોને આહ્વાન કર્યું કે, કેન્દ્રના અત્યાચાર વિરુદ્ધ આગળ આવો. જો મોદી ખેડૂતો અને ગરીબોની તાકાતની કોઈ કદર નથી. તો આપણે સાથે મળીને તેમને આપણી તાકાત બતાવવી જોઈએ. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહની સાથે ખેતી બચાવો યાત્રા હેઠળ એક રેલીને સંબોધત આ વાત કરી હતી. રાહુલે લોકોને યાદ અપાવ્યું કે, મોદીએ દાવો કર્યો હતો કે, કોરોના મહામારી વિરોધમાં યુદ્ધ 22 દિવસમાં જીતવામાં આવશે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે, શું આવું થયું ? તો પછી લોકોને માસ્ક કેમ પહેરવા પડે છે.

ABOUT THE AUTHOR

...view details