નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી આજકાલ આર્થિક નીતિઓને લઇને મોદી પર આક્રમક જોવા મળી રહ્યાં છે. બુધવારે ફરી એકવાર તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ઇન્ફોસિસનના સંસ્થાપક એન આર નારાયણમૂર્તિના એક નિવેદનનો હવાલો આપતા ભાજપના નારા 'મોદી હૈ તો મુમકિન હૈ'ને ફરી એકવાર કહ્યું હતું. વધુમાં જણાવીએ તો એન આર નારાયણમૂર્તિએ આશંકા વ્યક્ત કરી છે કે, કોરોના વાઇરસને લીધે આ નાણાંકીય વર્ષમાં દેશની આર્થિક ગતિ આઝાદી બાદ સૌથી ખરાબ સ્થિતિમાં હશે.
ઘટતી GDP મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું- 'મોદી હૈ તો મુમકિન હૈ' - ઇન્ડિયન ઇકોનોમી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી આજકાલ આર્થિક નીતિઓને લઇને મોદી સરકાર પર ખાસ આક્રમક જોવા મળી રહ્યાં છે. આ જે ઘટતી GDP મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે, 'મોદી હૈ તો મુમકિન હૈ'
વધુમાં જણાવીએ તો ઇન્ફોસિસના સંસ્થાપક એન આર નારાયણમૂર્તિએ આશંકા વ્યક્ત કરી છે કે, કોરોના સંકટને ધ્યાને રાખીને આ વર્ષે દેશની આર્થિક ગતિ આઝાદી બાદ સૌથી ખરાબ સ્થિતિમાં હશે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને જલ્દી જ પાટા પર લાવવી જોઇએ. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, આ વખતે જીડીપીમાં સ્વતંત્રતા બાદ સૌથી મોટો ઘટાડો જોવા મળી શકે છે. નારાયણ મૂર્તિએ એવી એક નવી પ્રણાલી વિકસિત કરવા પર ભાર મુક્યો છે, જેમાં દેશની અર્થવ્યવસ્થાના દરેક વિસ્તારમાં પ્રત્યેક કારોબારીને પુરી ક્ષમતાની સાથે કામ કરવાની અનુમતિ હોય.
મૂર્તિએ વધુમાં કહ્યું કે, ભારતની જીડીપી ઓછામાં ઓછી પાંચ ટકા ઘટાડાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એવી આશંકા છે કે, આપણે 1947 ની આઝાદી બાદની સૌથી ખરાબ જીડીપી વૃદ્ધિ જોવા મળી શકે છે. સોફ્ટવેર સેક્ટરમાં મોટી ઓળખ ધરાવતા મૂર્તિએ બેંગ્લુરૂમાં ભારતની ડિજિટલ ક્રાંતિના નેતૃત્વ પર આયોજિત એક વેબિનારમાં ભાગ લઇ રહ્યા હતા. નારાયણ મૂર્તિએ કહ્યું કે, વૈશ્વિક GDP નીચે ગઇ છે. દુનિયાનો વેપાર ડુબી રહ્યો છે, વૈશ્વિક યાત્રા લગભગ અસ્ત-વ્યસ્ત થઇ છે. એવામાં વૈશ્વિક GDP માં 5 થી 10 ટકા સુધીના ઘટાડાનું અનુમાન છે.