ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુવાનોને મારવા માગે છે ભાજપ: રાહુલ ગાંધી - Rahul Gandhi's rally in asam

ગુવાહાટી: કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિતે રાહુલ ગાંધીએ ગુવાહાટીમાં રેલી કરી છે. રેલી દરમિયાન રાહુલે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત ભાજપને સંસ્કૃતિ અને ઈતિહાસ પર હુમલો કરનારૂં પણ ગણાવ્યું હતું.

ETV BHARAT
આસામમાં રાહુલની રેલી

By

Published : Dec 28, 2019, 4:53 PM IST

રાહુલ ગાંધીએ ગુવાહાટીમાં રેલી કરી છે. જ્યાં તેમણે કહ્યું કે, નફરત અને ગુસ્સાથી આસામ આગળ નહીં વધે. તેમણે કહ્યું કે, ભાજપ યુવાનોને મારવા માગે છે. ભાજપ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ પર હુમલો કરી રહ્યું છે. આજે ભારતમાં સૌથી વધુ બેરોજગારી છે. PM મોદીનું કામ નફરત ફેલાવવાનું છે. રાહુલે કહ્યું કે, દરેક દુખના સમયે તે જનતાની સાથે ઉભા છે.

આસામમાં રાહુલની રેલી

ઉલ્લેખનીય છે કે, ગુવાહાટીમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ આ વાતો કહી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ જ્યાં પણ જાય છે, નફરત ફેલાવે છે. આસામમાં યુવાનો વિરોધ કરી રહ્યા છે. અન્ય રાજ્યમાં પણ વિરોધ થઇ રહ્યો છે. પરંતુ તમારે તેમને મારવા કેમ છે?

રાહુલે કહ્યું કે, ભાજપ લોકોનો અવાજ સાંભળવા માગતું નથી.

ABOUT THE AUTHOR

...view details