શુક્રવારથી 3 દિવસ સુધી રાયપુરની સાયન્સ કૉલેજના મેદાનમાં આદિવાસી ડાન્સ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી કલાકારો હાજર રહ્યા છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશની આદિવાસી સંસ્કૃતિને નૃત્ય દ્વારા દર્શાવવામાં આવશે. જેને નિહાળવા માટે વિભિન્ન રાજ્યના નેતાઓ સહિત VIP લોકોને આંમત્રણ આપવામાં આવ્યું છે.
આદિવાસી નૃત્ય મહોત્સવને માણવા રાયપુર પહોંચશે રાહુલ ગાંધી - રાયપુર ન્યૂઝ
છત્તીસગઢઃ આદિવાસી ડાન્સ મહોત્સવમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી થોડીવારમાં જ રાયપુર પહોંચવાના છે, ત્યારે તેમના સ્વાગતની તડામાર થઈ રહી છે. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ, ઉદ્યોગ પ્રધાન કવાસી લખમા, કૃષિપ્રધાન રવિન્દ્ર ચૌબે અને સ્વાસ્થ્ય પ્રધાન ટી.એસ. સહદેવ સહિત અનેક રાજનેતાઓ રાયુપર એરપોર્ટ પર પહોચ્યાં છે.
આદિવાસી ડાન્સ
આ આદિવાસી ડાન્સ મહોત્સવમાં સામેલ થવા માટે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી થોડીવારમાં જ રાયપુર પહોંચવાના છે, ત્યારે તેમના સ્વાગત માટે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ, ઉદ્યોગ પ્રધાન કવાસી લખમા, કૃષિપ્રધાન રવિન્દ્ર ચૌબે અને સ્વાસ્થ્ય પ્રધાન ટી.એસ. સહદેવ સહિત અનેક રાજનેતાઓ રાયુપર એરપોર્ટ પર પહોચ્યાં છે.