રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આકરા પ્રહરા કરતા જણાવ્યું કે, બેરોજગારી અને ઘટતા જીડીપીએ આર્થિક કટોકટીની સ્થિતિનું નિર્માણ કર્યું છે. શાકભાજી, કઠોળ, ખાદ્યતેલ, એલપીજીના ભાવ વધારાને લઇને ગરીબોની રોજી રોટી છીનવાય છે. વડાપ્રધાને દેશવાસીઓનું સ્થાનિક બજેટને વેર વિખેર કરી દીધું છે.
ફુગાવો અને બેરોજગારીએ લોકોને 'ટુક્ડે ટુક્ડે' કરી નાખ્યાંઃ રાહુલ ગાંધી - National Statistical Office
નવી દિલ્હી: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વધતા જતા ફુગાવા અને બેરોજગારીની આર્થિક કટોકટીના સંકેતો જણાવ્યાં હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સામાન્ય લોકોના બજેટના 'ટુક્ડે ટુક્ડે' કરી નાખવાને લઇને આકાર પ્રહારો કર્યા હતાં.
રાહુલ ગાંધીએ ફુગાવા અને રોજગારીને લઇ વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહાર
રાહુલ ગાંધીએ વડાપ્રધાનની સામે 'ટુક્ડે-ટુકડે' શબ્દનો પ્રયોગ કર્યો હતો. કારણ કે, ભાજપ કોંગ્રેસ પર 'ટુક્ડે-ટુક્ડે' ગેંગને સમર્થન આપવાનો આરોપ લગાવી રહી છે.