ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM કેયર્સ ફંડમાં મળેલા દાન પર રાહુલ ગાંધીએ પ્રશ્નો ઉભા કર્યા

PM કેયર્સ ફંડમાં મળેલા દાન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને ફંડની પારદર્શિતા અંગે ટિપ્પણી કરી છે. રાહુલે લખ્યું કે, #PMCaresની પારદર્શિતા, ભારતના લોકોનો જીવ દાવ પર લગાવવો અને જનતાના રૂપિયાથી ઓછી ગુણવત્તાની ચીજવસ્તુઓ ખરીદવાની છે.

ETV BHARAT
PM કેયર્સ ફંડમાં મળેલા દાન પર રાહુલ ગાંધીએ પ્રશ્નો ઉભા કર્યા

By

Published : Jul 6, 2020, 1:57 AM IST

નવી દિલ્હીઃ PM કેયર્સ ફંડમાં મળેલા દાન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને ફંડની પારદર્શિતા અંગે ટિપ્પણી કરી છે. રાહુલે લખ્યું કે, #PMCaresની પારદર્શિતા, ભારતના લોકોનો જીવ દાવ પર લગાવવો અને જનતાના રૂપિયાથી ઓછી ગુણવત્તાની ચીજવસ્તુઓ ખરીદવાની છે.

રાહુલ ગાંધીનું ટ્વીટ

રાહુલે એક લેખનો સંદર્ભ આપતા ટ્વીટ કર્યું કે, PM કેયર્સની અસ્પષ્ટતા: 1. ભારતીય જીવનને જોખમમાં મૂકવું 2. લોકોના રૂપિયાનો ઉપયોગ સેકન્ડ ક્લાસ ઉત્પાદનોનો સામાન ખરીદવામાં કરવો.

ન્યૂઝ આર્ટિકલમાં એક પૂર્વ કર્મચારીને ટાંકીને આરોપ લગાવવામાં આવ્યો કે, PM કેયર્સના વેન્ટિલેટર ઉત્પાદક AGVAએ 'ખરાબ પ્રદર્શન' છુપાવવા માટે સોફ્ટવેરમાં હેરાફેરી કરી છે.

આ અગાઉ રવિવારે કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે ભાજપને પૂછ્યું હતું કે, ઘણી સરકારી હોસ્પિટલોના ડૉકટરોની નિષ્ણાત પેનલે કહ્યું હતું કે, AGVA હેલ્થ કેર દ્વારા પૂરા પાડવામાં આવતા વેન્ટિલેટર ગૌણ દરજ્જાના છે.

સરકાર શા માટે આ કટોકટીના સમયમાં ગૌણ દરજ્જાના ઉપકરણો સાથે લાખો દર્દીઓના જીવ સાથે રમી રહી છે.

ABOUT THE AUTHOR

...view details