નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આજ રોજ કોંડલી અને હૌજ ખાસમાં જાહેરસભાઓને સંબોધન કરશે. બંને વરિષ્ઠ નેતાઓએ મંગળવારે જંગપુરા અને સંગમ વિહાર વિસ્તારોમાં રેલીઓ સાથે દિલ્હી ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહનસિંહે પણ મંગળવારે રાજૌરી ગાર્ડન વિસ્તારમાં એક રેલીને સંબોધન કર્યું હતું.
દિલ્હી ચૂંટણી પ્રચારઃ કોંગ્રેસના નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધીની આજે રેલી - રાહુલ અને પ્રિયંકા આજે કોંડલી અને હૌજ ખાસમાં રેલીઓને
8 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આજે કોંડલી અને હૌજ ખાસમાં જાહેરસભાઓને સંબોધન કરશે.

રાહુલ અને પ્રિયંકા
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 1 ફેબ્રઆરી રવિવારના રોજ પોતાનો ચબંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે તેનું પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.