નવી દિલ્હી : કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન મોદી પર આકરો પ્રહાર કરતા કહ્યું કે ભારતમાં કોરોનાની તપાસ થઇ રહી નથી અને તેવામાં લોકોના તાળીઓ પાળવા અને દીવા પ્રગટાવવાથી આ સમસ્યાનો હલ નહીં થાય.
રાહુલ ગાંધીએ દુનિયાના કેટલાક ટોંચના દેશ અને ભારતમાં કોરોનાની તપાસના આંકડા સાથેનો એક ગ્રાફ તૈયાર કરી ટ્વીટ કર્યો છે. ' ભારત કોવિડ-19' સામે લડત લડવા માટે સાચી તપાસ નથી કરી રહી.