ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ન્યુ ઈન્ડિયામાં' લાંચ અને ગેરકાયદેસર કમિશન જ ચૂંટણી બૉન્ડ, રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ - રાહુલ ગાંધીના મોદી સરકાર સામે સવાલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ફરી એકવાર આડે હાથ લીધી છે. 'ન્યુ ઈન્ડિયા'માં લાંચ અને ગેરકાયદેસર કમિશનને જ ચૂંટણી બૉન્ડ ગણવા, તેમ કહી રાહુલ ગાંધીએ એક નવા મુદ્દાને રંગ આપ્યો છે.

rahul-jibe-on-govt-over-new-india rahul ghandhi news rahul ghandhi tweeter rahul ghandhi tweet rahul ghandhi about new india રાહુલ ગાંધી

By

Published : Nov 19, 2019, 3:08 AM IST

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મીડિયામાં ચૂંટણી બૉન્ડ સાથે જોડાયેલા અહેવાલનો ઉલ્લેખ કરી સોમવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ભીંસમાં લીધી છે. તેમણે એક અખબારનો ઉલ્લેખ કરી ટ્વીટ કર્યુ, 'આ ન્યુ ઈન્ડિયા છે, જેમાં લાંચ અને ગેરકાયદેસર કમિશનને ચૂંટણી બૉન્ડ કહેવાય છે.'

રાહુલ ગાંધીનું ટ્વીટ
રાહુલ ગાંધીએ જે અહેવાલને આગળ ધરી આ વાત કરી છે, તેમાં જણાવ્યુ છે કે ચૂંટણી બૉન્ડની વ્યવસ્થાની કાયદેસરની જાહેરાત પહેલા રિઝર્વ બેન્કે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details