ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માનહાનિ કેસ: રાહુલ ગાંધી થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, કાર્યકર્તાનો જમાવડો

ન્યૂઝ ડેસ્કઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ADC બેન્ક માનહાનિ મામલે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહેશે. આ માટે રાહુલ ગાંધી 12 વાગ્યે અમદાવાદ પહોચશે અને 2 વાગ્યે કૉર્ટ જવા રવાના થશે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર થોડી વાર પહોંચી જશે. જ્યાં કોંગ્રેસી કાર્યકર્તાઓનો જમાવડો ભેગો થઈ ગયો છે.

By

Published : Jul 12, 2019, 4:54 AM IST

Updated : Jul 12, 2019, 12:06 PM IST

માનહાનિ કેસ, રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કૉર્ટમાં રહેશે હાજર

રાહુલ ગાંધી માનહાનિ કેસ બાબતે અમદાવાદ મેટ્રો કૉર્ટમાં હાજર થવા માટે ગુજરાત આવી પહોંચશે. તે પહેલા તેઓ સર્કિટ હાઉસ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે બેઠક કરશે. NSUI, યૂથ કોંગ્રેસ અને મહિલા મોર્ચાના કાર્યકર્તાએ સાથે પણ રાહુલ મુલાકાત કરશે.

બાદમાં 5 વાગ્યે દિલ્લી જવા રવાના થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદ જિલ્લા સહકારી બેન્ક ( ADCB ) અને તેમના ચેરમેન અજય પટેલે માનહાનીની ફરિયાદ દાખલ કરી હતી. નોટબંધી સમયે રાહુલ ગાંધી અને રણદીપ સુરેજવાલાએ ADC બેન્ક પર 745 કરોડ રુપિયાનો બ્લેક મની વ્હાઈટ કરવાનો આરોપ લગાવ્યો હતો.

માનહાનિના કેસ મામલે કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરી હતી. ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને 27 મેના રોજ કોર્ટમાં હાજર રહેવાની અપીલ કરી હતી. જેને લઈ આજે રાહુલ ગાંધી અમદાવાદ આવશે.

Last Updated : Jul 12, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details