રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે અને પોતાના નિવેદન અંગે ફેરફાર નહીં કરે. ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા ગોડસે પર કરવામાં આવેલા નિવેદન બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આતંકી કહ્યાં હતા.
પ્રજ્ઞા ઠાકુરની માફી માગવા અંગે રાહુલે કહ્યું- નિવેદન પર મક્કમ, માફી નહીં માગુ - સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર કરવામાં આવેલા પોતાના નિવેદન અંગે માફી માગવાનો ઈનકાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તે પોતાના નિવેદન પર મક્કમ છે અને માફી નહીં માગે.
સાધ્વી પ્રજ્ઞાની માફી માગવા અંગે રાહુલ ગાંધીની સ્પષ્ટતા, નિવેદન પર મક્કમ છું, માફી નહીં માગુ
ઉલ્લેખનીય છે કે, ગોડસે પર કરવામાં આવેલા નિવેદન બાદ હોબાળો મચ્યો હતો, જે બાદ પ્રજ્ઞા ઠાકુરે આજે સંસદમાં માફી માગી હતી. ભાજપા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે માફી માગ્યા બાદ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે મોશન ઓફ પ્રિવિલેજનો ઉપયોગ કરવાની વાત જણાવી હતી.