ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'પાર્ટી' બેંગકોક ગઈ ! ચૂંટણી પહેલા રાહુલબાબા બેંગકોક ગયા હોવાનો ભાજપના નેતાનું ટ્વીટ - Haryana Legislative Assembly election

નવી દિલ્હી: મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે. ભાજપ નેતા જવાહર યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, ચૂંટણીના 10 દિવસ પહેલા રાહુલ ગાંધી બેંગકોક ગયા હતા.

rahul

By

Published : Oct 6, 2019, 2:17 PM IST

જવાહર યાદવે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, અહમદ પટેલ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પૂછી રહ્યાં હતા કે, પાર્ટી ક્યાં ગઈ છે. આજે ખબર પડી કે પાર્ટી બેંગકોક ગઈ હતી.

દિલ્હી ભાજપ પ્રવક્તા તજિંદર સિંહ બગ્ગાએ ટ્વિટ કરીને કહ્યું કે, હવે બેંગકોક ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યુ છે.

જણાવી દઈ કે, રાહુલ ગાંધી બેંગકોક ગયાના સમાચાર ટ્રેન્ડ કરી રહ્યાં છે. હજી સુધી ખબર નથી કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બેંગકોક ગયા હતા કે નહી. જો ગયા તો ક્યાં કારણ સર તે કોઈને નથી ખબર.

ઉલ્લેખનીય છે કે, આવું પ્રથમવાર નથી કે, રાહુલ ગાંધી ચૂંટણી દરમિયાન વિદેશ ગયાની વાત સામે આવી હોય. અગાઉ 2015ની ચૂંટણી દરમિયાન રાહુલ વિદેશ ગયા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details