નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. રાહુલ ગાંધી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. આ તકે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક, કુમાર શૈલજા અને અધીર રંજન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
દિલ્હી હિંસા પીડિતોને મળવા પહોંચ્યા રાહુલ, કોંગ્રેસના સાંસદો પણ હાજર - કોંગ્રેસના સાંસદો
CAAને લઇ દિલ્હીમાં હિંસા થઇ રહી છે, જે હવે શાંત થઇ ગઇ છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્ય ચાલી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતાઓના પ્રતિનિધિમંડળ દિલ્હીમાં હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાતે નિકળ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ પ્રતિનિધિમંડળ સાથે હતા.

દિલ્હી હિંસા પીડિતોને મળવા પહોંચ્યા રાહુલ,કોંગ્રેસના સાંસદો પણ હાજર
નોર્થ ઈસ્ટ દિલ્હીમાં ભડકેલી હિંસાની આગ હજુ સંપૂર્ણ રીતે શાંત થઈ નથી, આ વચ્ચે કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો છે. તેના એક ડેલિગેશનનો ભાગ રાહુલ ગાંધી પણ હોઈ શકે છે તે હિંસા પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે રાહુલ ગાંધી ત્યાં જવા ઈચ્છે છે. આ સાથે તે પણ આરોપ લગાવ્યો કે, તેમના માતા સોનિયા ગાંધીએ ખુદ લોકોને ભડકાવ્યા હતા. લોકોને ભ્રમિત કર્યાં હતા.