નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પહોંચ્યું હતું. એક ટૂરિસ્ટ બસમાં સવાર થઇને રાહુલ અને અન્ય સાંસદોએ દિલ્હીના પૂર્વોત્તર હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઇને પીડિતો સાથે મુલાકાત કરી હતી. દિલ્હીના બૃજપુરીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સ્કૂલ દિલ્હીનું ભવિષ્ય છે, પરંતુ ધૃણા અને હિંસાએ તેને નષ્ટ કરી દીધું છે. આ હિંસાથી ભારત માતાને કોઈ ફાયદો નથી થયો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અપીલ કરતા કહ્યું કે, બધાએ સાથે મળીને પ્રેમથી દિલ્હીમાં કામ કરવું પડશે અને ભારતને આગળ વધારવું પડશે. દિલ્હી હિંસાથી ભારતની છબીને ઠેંસ પહોંચી છે. ભાઈચારા અને એકતાની આપણી શક્તિને સળગાવવામાં આવી છે. જેથી હિન્દુસ્તાન અને ભારત માતાને નુકસાન થયું છે.