ઉલ્લેખનીય છેકે, 2014ની લોકસભાની ચૂંટણીમાં હરિયાણાની 10 બેઠકોમાંથી 7 BJP અને ઓમ પ્રકાશ ચૌટાલાને પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદળને 2 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક પર જીત મળી હતી.
રાહુલ ગાંધી આજે હરિયાણાની મુલાકાતે, યમુનાનગર અને કરનાલમાં કરશે રોડ શો - haryana
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે પ્રથમ વાર રાહુલ ગાંધી હરિયાણા જશે. રાહુલ હરિયાણામાં યમુનાનગર અને કરનાલના વિસ્તારોમાં જનસભા અને રોડ શો કરશે.

ફાઈલ ફોટો
જાન્યુઆરી 2019 જીંદ વિધાનસભા ચૂંટણી કોંગ્રેસના મીડિયા પ્રભારીનો રણદિપ સુરજેવાલાનો BJPના ઉમેદવાર સામે પરાજય થયો હતો.નોંધનીય છે કે, હરિયાણામાં 6 તબક્કામાં 12 મે એ મતદાન થશે.