ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે રાહુલ ગાંધી ઝારખંડના પ્રવાસે, સભાને કરશે સંબોધિત

રાંચી: ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણી માટે રાહુુલ ગાંધી સિમડેગામાં સભાને સંબોધિત કરશે. આ પ્રવાસ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ઝારખંડની મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન સાથે મુલાકાત કરશે.

By

Published : Dec 2, 2019, 8:11 AM IST

etv bharat
etv bharat

પ્રદેશ પ્રમુખ વિપક્ષ દળ ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને વિપક્ષી દળોના મહાગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા હેમંત સોરેન સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મુલાકાત કરી હતી.

હેમંત સોરેન સાથે મુલાકાત કરનારા નેતામાં ઝારખંડના કોંગ્રેસ પ્રભારી આર.પી.એન સિંહ અને સહપ્રભારી ઉમંગ સિંધાર સામેલ હતા. આ અનૌપચારિક મુલાકાત હતી. આ દરમિયાન નેતાઓ વચ્ચે રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચા થઈ હતી. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 જિલ્લાની 13 વિધાનસભા સીટોમાં મતદાન બાદ થયેલી આ મુલાકાતમાં અન્ય 4 તબક્કાની ચૂંટણીને લઈ વાતચીત થઈ હતી.

આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઝારખંડના પ્રવાસે છે. રાહુલ ગાંધી સિમડેગા આવશે. ઝારખંડમાં મહાગઠબંધનના દળ ઝામુમો, કોંગ્રેસ અને એનસીપી મળી ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ઝામુમો સૌથી વધુ 43 સીટ કોંગ્રેસ 31 અને એનસીપી 7 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details