જયપુર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 28મી જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ જયપુરમાં એક રેલીને સંબોધન કરશે. આ રેલી દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિને અને બેરોજગારીના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા યુવાનોને ધ્યાનમાં રાખી સંબોધન કરશે.
28 જાન્યુઆરીએ રાહુલ ગાંધી જયપુરમાં યુવાનોને સંબોધશે - કોંગી નેતા રાહુલ ગાંધી
28 જાન્યુઆરીએ જયપુરમાં રાહુલ ગાંધી યુવાનોને સંબોધન કરશે. આ રેલીમાં દેશની આર્થિક સ્થિતિ અને બેરોજગારી પર ચર્ચા કરશે.
રાહુલ ગાંધી 28 જાન્યુઆરીના રોજ જયપુર ખાતે યુવાઓને સંબોધશેરાહુલ ગાંધી 28 જાન્યુઆરીના રોજ જયપુર ખાતે યુવાઓને સંબોધશે
આ રેલીના સંબંધમાં યુથ કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી કારોબારી બેઠક બુધવારે જયપુર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી વી શ્રીનિવાસન, યુથ કોંગ્રેસ પ્રમુખ અશોક ચંદના, NSUI રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન, NSUIના પ્રમુખ અભિમન્યુ પુનિયા, મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ ઉપસ્થિત રહ્યાં હતાં.