નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના વાઈરસના સંકટ સમયે વૈશ્વિક વ્યવસ્થાના નવેસરથી આકાર લેવાની સંભાવનાઓ પર અમેરિકાના પૂર્વ ઉપ રાજ્ય સચિવ નિકોલસ બર્ન્સ સાથે વાત કરી હતી. જેનો વીડિયો આજે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'નિકોલસ બર્ન્સ સાથે મારી વાત થઈ કે, કેવી રીતે કોરોના વાઈરસનું સંકટ વૈશ્વિક વ્યવસ્થાને નવી રીતે આકાર આપી રહ્યું છે. શુક્રવારે સવારે 10 કલાકે મારા બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઓ'