ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જો ટ્રંપનું નિવેદન સાચું છે તો PM મોદીએ દેશ સાથે વિશ્વાસધાત કર્યો છે: રાહુલ ગાંધી - Tweet

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રંપના દાવાને લઇને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

Rahul gandhi

By

Published : Jul 23, 2019, 7:59 PM IST

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, જો ટ્રંપનો દાવો સાચો છે, તો PM મોદીએ ભારતના હિતો સાથે દગો કરી રહ્યા છે. રાહુલે વધુંમાં લખ્યું છે કે, એક નબળા વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા આ માટે પૂરતી નથી. PM મોદીએ રાષ્ટ્રને જણાવવું જોઈએ કે, ટ્રમ્પ અને તેમની વચ્ચેની બેઠકમાં શું થયું હતું.

રાહુલ ગાંધીનું ટ્વીટ

રાહુલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્ર્ંપનું કહેવું છે કે, PM મોદીએ તેમને કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરવાનું કહ્યું છે. જો આ વાત યોગ્ય છે તો PM મોદીએ ભારતના હિત અને 1972ના શિમલા કરાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. એક કમજોર વિદેશ મંત્રાલયનું ખંડન કરવું ફક્ત તે પુરતુ નથી. PM મોદીએ રાષ્ટ્રને જણાવવું જોઇએ કે ટ્રંપ અને તેમની વચ્ચેની બેઠકમાં શું થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ટ્રંપે અમેરિકા પ્રવાસ પર આવેલા ઇમરાન ખાન સાથે સોમવારે એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દે તેમને મદદ કરવા જણાવ્યું છે. ત્યારે ટ્રંપે કહ્યું હતું કે, જો હું આ મુદ્દા પર મદદ કરી શકુ તો જરૂરથી કરીશ. ટ્રંપે તો આમંત્રણ મળશે તો પાકિસ્તાન જવાની પણ વાત કહી હતી.

જો કે, ભારતે ટ્રંપના આ દાવાને ખોટો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટમાં કરી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જોડે આવો કોઇ આગ્રહ મુક્યો નથી.

ABOUT THE AUTHOR

...view details