રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, "સમયની સાથે 'મોદી મીનાર' ની પડતી તેની અસક્ષમતા દર્શાવી રહ્યું છે. તેમજ તેમણે 'મોદી મંદી અને મુસીબત' લખીને મોદી સરકારને વખોડી હતી."
બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર - વડાપ્રધાન મોદી ન્યૂઝ
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારીને મુદ્દે વડાપ્રધાન મોદીને આડે હાથ લીધા હતાં. તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યુ હતું કે, 'મોદી મીનાર' ખરાબ રીતે આગળ વધી રહ્યો છે અને તે 'અક્ષમતાનું પ્રતીક' છે.
રાહુલ ગાંધીએ બેરોજગારી દર સપ્ટેમ્બરમાં (7.16 ટકા) ઓક્ટોમ્બર (8.5 ટકા)ના દરની સરખાણી કરીને મોદી સરકારને બેરોજગારીના મુદ્દે આડે હાથ લીધી હતી.
આમ, મોદી સરકારમાં બેરોજગારીના મુદ્દાઓને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. કારણ કે, મોદી સરકાર જે પ્રમાણે આંકડા રજૂ કરીને રોજગારીના દાવા કરી રહ્યું છે. તે પ્રમાણેની વાસ્તવિકતા જોવા મળતી નથી. જેથી લોકોમાં સરકારની નીતિ અને ઠાલા વચનોને લઈ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકારને બેરોજગારીના મુદ્દે ઘેરતાં જોવા મળે છે.