અગાઉ પણ અનેક વખત આ રીતે વડાપ્રધાનને ખુલ્લો લલકાર આપી ચૂકેલા રાહુલ ગાંધીએ મોદીને સવાલ કર્યો હતો કે શું વડાપ્રધાન મારી સાથે ચર્ચા કરવાથી લઈ ડરેલા છે?
વડાપ્રધાન મોદી રાફેલ અને નોટબંધી પર સંપૂર્ણ તૈયારી કરી મારી સાથે ચર્ચા કરે: રાહુલ ગાંધી - debate
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ, નોટબંધી અને નીરવ મોદી બાબતે સીધી ચર્ચા કરવાનો લલકાર આપ્યો છે. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન સંપૂર્ણ તૈયારી કરી મારી સાથે ચર્ચા કરવા આવે.
design photo
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, પ્રિય વડાપ્રધાન, શું તમે ભ્રષ્ટાચાર મુદ્દે મારી સાથે ચર્ચા કરવાથી ડરી રહ્યા છો ? હું તમારા માટે સરળ કરી આપું છું. ચલો બુકમાંથી જોઈ તમે આ વિષયો પર તૈયારી કરી શકો છો: 1. રાફેલ+અનિલ અંબાણી 2. નીરવ મોદી 3. અમિત શાહ+ નોટબંધી
અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાહુલે આપેલી આ લલકાર બાબતે ભાજપે વળતો જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ બેખબર નેતા છે.