કોંગ્રેસ અધ્યક્ષ બપોરના સમય પછી સદનમા આવ્યા હતાં. સદનમાં સદસ્યોના રાજ્યવાર શપથ લેવડાવવામાં આવી રહ્યા હતાં. ગાંધીને કેરલથી ચૂંટયેલા સદસ્યોની સાથે ક્રમવાર શપથ અપાવવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ લોકસભામાં સભ્યપદના અંગ્રેજીમાં શપથ લીધા, પ્રથમ હરોળમાં સ્થાન ગ્રહણ કર્યું - Soniya Gandhi
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ અને કેરલના વાયનાડથી ચૂંટાયેલા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભાની સદસ્યતાના શપથ લીધા હતાં. ગાંઘીએ નિચલા સદનની સદસ્યતાના શપથ અંગ્રેજીમાં ગ્રહણ કર્યા હતા.
Rahul Gandhi news
રાહુલ ગાંધી પોતાનો પરિધાન સફેદ કુર્તો અને પાયજામા પહેરીને સદનમાં આવ્યા હતા. તે સદનમાં અગ્રિમ પંક્તિમાં પોતાની માતા સોનિયા ગાંધી સાથે બેઠેલા જોવા મળ્યા હતા.
શપથ લેવા માટે જ્યારે ગાંધીનું નામ બોલવામાં આવ્યું તો સોનિયા સહિત કોંગ્રેસ નેતાઓ અને સદસ્યોએ બેન્ચ થપથપાવીને તેમનું સ્વાગત કર્યું. અહીં મહત્ત્વનુંં છે કે, 16મી લોકસભામાં રાહુલ ગાધી વિપક્ષ માટે નિર્ધારિત પહેલી લાઈનમાં નહીં બેસીને બીજી લાઈનમાં બેઠા હતા.