ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ પરપ્રાંતિય મજૂરો સાથે મુલાકાતની ડોક્યુમેન્ટરી જાહેર કરી - નવી દિલ્હી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 16 મેના રોજ દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઇઓવર નજીક પરપ્રાંતિય મજૂરોને મળ્યા હતા. આ બેઠકની એક વીડિયો ડોક્યુમેન્ટરી જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પરપ્રાંતિય મજુરોને મળ્યાં અને તે અંગે વીડિયો ડોક્યુમેન્ટરી આજે જાહેર કરી..
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પરપ્રાંતિય મજુરોને મળ્યાં અને તે અંગે વીડિયો ડોક્યુમેન્ટરી આજે જાહેર કરી..

By

Published : May 23, 2020, 11:50 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 16 મેના રોજ દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઇઓવર નજીક પરપ્રાંતિય મજૂરોને મળ્યા હતા. આ મજૂરોએ રાહુલ સાથે વાતચીતમાં તેમની મુશ્કેલીઓ શેર કરી હતી. તેનો વીડિયો આજે રિલીઝ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પરપ્રાંતિય મજુરોને મળ્યાં અને તે અંગે વીડિયો ડોક્યુમેન્ટરી આજે જાહેર કરી..

રાહુલ ગાંધીએ તેમના ઘરે જતા ઉત્તરપ્રદેશ જતા આ પરપ્રાંતિય મજૂરો સાથે વાત કરી હતી અને તેમને વાહન દ્વારા ઘરે મોકલી દીધા હતા.

આ વીડિયો 16.45 મિનિટનો છે.આ વીડિયોમાં રાહુલે પોતાના અવાજમાં પરપ્રાંતિય મજૂરોની પીડા વ્યક્ત કરી છે. જેમા તેમણે કેન્દ્રની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. ડોક્યુમેન્ટરીમાં રાહુલે તેમની મુશ્કેલીઓ વિશે વિગતવાર સમજાવ્યું છે. તેમણે કામદારોને તેમના ઘરે પરત ફરતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે. આ વીડિયોમાં રાહુલે કામદારોના અનિશ્ચિત ભાવિ વિશે પણ સવાલો ઉભા કર્યા છે. અને તેઓ સરકારને પ્રશ્નો પૂછી રહ્યા છે.

રાહુલે આ અંગે જાણકારી ટ્વિટ કરી..

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. રાહુલે ટ્વીટ કર્યું કે, થોડા દિવસો પહેલા હું કેટલાક સ્થળાંતરીત મજૂરોને મળ્યો જે હરિયાણાથી સેંકડો કિલોમીટર ચાલીને દિલ્હી પહોંચ્યા હતા અને યુપીના ઝાંસી જઇ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details