નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકારને ચીનના મુદ્દા પર સજાગ રહેવાની સલાહ આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે કોરોના વાઇરસ અંગેની ચેતવણીની અવગણના કરનારી સરકાર ચીનના કિસ્સામાં પણ આવું જ કરી રહી છે.
ચીનને લઇને મારી ચેતવણીને સરકાર અવગણી રહી છે: રાહુલ ગાંધી - કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો કે, મોદી સરકાર ચીન અંગેની તેમની વાતોને અવગણી રહી છે. તેમણે કહ્યું કે સરકારે પણ કોરોના વાઇરસ અંગેની તેમની વાતોની અવગણના કરી હતી, જેના કારણે દેશને વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે.
રાહુલ
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે 'હું કોવિડ-19 અને અર્થવ્યવસ્થા વિશે ચેતવણી આપતો રહ્યો, પરંતુ સરકારે મારી ચેતવણી સાંભળી નહીં. પરિણામે દેશ પર આપત્તિ આવી. હું ચીન વિશે પણ વારંવાર ચેતવણી આપું છું. તેઓ હજુ પણ સાંભળી રહ્યા નથી.