રાહુલ ગાંધીએ પટનામાં કહ્યું કે, જેમ ટ્રેક્ટરમાં ડીઝલ નાખવામાં આવે છે, તેવી જ રીતે ન્યાય યોજના ભારતની અર્થવ્યસ્થામાં એન્જીનમાં ડીઝલની જેમ કામ કરશે. અમે ડીઝલ નાખીશું અને ચાવી ફેરવીશુ અને ભારતની અર્થવ્યસ્થાને ફરી શરુ કરીશું, લોકોને રાજગારી મળશે.
એન્જીનમાં ડીઝલની જેમ ન્યાય યોજના ભારતની અર્થવ્યવસ્થા માટે કામ કરશે: રાહુલ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાશે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારની પટનામાં રોડ શો કર્યો છે. આ અગાઉ રાહુલ ગાંધી ચૂંટણી સભાને સંબોધિત કરતા મોદી સરકાર પર પ્રહાર કરતા ટ્રેકટર અને ડીઝલનું ઉદાહણ આપતા કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરવા માટે રોજગારીની વધારે જરૂર છે. રાહુલ ગાંધીએ ન્યાય યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ એક દિવલ પહેલા પંજાબના લુધિયાનામાં બુધવારે ટ્રેક્ટર ચલાવ્યું હતું. રાહુલ ગાંધી પટનામાં રોડ-શૉ કર્યો હતો. જેમાં પટનાથી કોંગ્રેસ ઉમેદવાર શત્રુઘ્ન સિંહા અને RJD નેતા તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા.