ગુજરાત

gujarat

By

Published : Jan 6, 2020, 9:58 AM IST

ETV Bharat / bharat

JNU હિંસા મામલે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયમાં અખિલ વિદ્યાર્થી પરિષદ અને લેફ્ટના વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારપીટ થઈ હતી. જે અંગે યુનિવર્સિટીએ નિવેદન આપતા કહ્યું કે, કેટલાક અસામાજિક તત્ત્વો યુનિવર્સિટીમાં આવી ગયા હતા, જેમણે યુનિવર્સિટીને નુકસાન પહોંચાડ્યું હતું. અસાજિક તત્વોએ JNUમાં વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો.

jnu protest
JNU હિંસા અંગે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા

JNU વહીવટી તંત્રએ પરિસ્થિતી પર કાબુ મેળવવા દિલ્હી પોલીસની મદદ લીધી હતી. સાથે સાથે શાંતિનું વાતાવરણ જાળવી રાખવા અપીલ કરી હતી. જેમાં જો કોઈ પણ આપાતકાળ પરિસ્થિતી જણાઇ આવે તો 100 નંબર ડાયલ કરી મદદ માગવા જણાવ્યું છે.

JNU હિંસા અંગે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા

JNU કેમ્પસમાં બુકાનીધારી અસામાજિક તત્ત્વો ઘુસી આવ્યા હતા. આ અસામાજિક તત્ત્વો વિદ્યાર્થીઓ પર હુમલા કરી, યુનિવર્સિટીની સંપતિને નુકસાન પહોંચાડતા હતા. જે કારણે કેમ્પસમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીએ JNU હિંસા અંગે આપી પ્રતિક્રિયા

JNUમાં થયેલી આ હિંસા બાબતે રાહુલ ગાંધીએ કહ્યું કે, ફાસીવાદીઓ દેશને પોતાના નિયંત્રણમાં રાખી રહી છે.

JNUમાં વધી રહેલા વિવાદ વચ્ચે રવિવારે મારપીટ થઈ હતી. જે કારણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ટ્રોમા સેન્ટર પહોંચ્યાં હતાં. સુરક્ષાને પગલે મીડિયાકર્મીઓને ટ્રોમા સેન્ટરમાં જવા દેવામાં આવ્યા ન હતાં.

પ્રિયંકા ગાંધીએ JNU હિંસા અંગે આપી પ્રતિક્રિયા

પ્રિયંકા ગાંધીએ કર્યુ કે, ઘણા વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે, તો ઘણાને માથા પર ઇજા પહોંચી છે. સરકાર માટે આ શર્મનાક છે કે, તે પોતાના જ બાળકો પર હિંસા થવા દે છે.

ABOUT THE AUTHOR

...view details