ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાનની જાહેરાત બાદ રાહુલ ગાંધીએ કંઈક આ રીતે આપી શુભેચ્છા - drdo

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મિશન શક્તિની સફળતા માટે DRDOના વખાણ કર્યા પણ રાષ્ટ્રના નામે વડાપ્રધાનના સંબોધન પર મોદી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીને વિશ્વ રંગમંચની શુભેચ્છાઓ આપી છે.

રાહુલ ગાંધી

By

Published : Mar 27, 2019, 3:13 PM IST

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને રાષ્ટ્રના નામે સંબોધન પર કટાક્ષ કરતા કહ્યું કે, હું વડાપ્રધાન મોદીને વિશ્વ રંગમંચ દિવસની શુભેચ્છાઓ આપવામાં માંગું છું.

આ અગાઉ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું કે, મિશન શક્તિની સફળતા માટે DRDOને અભિનંદન. આનો પાયો યુપીએ સરકાર દરમિયાન 2012માં નાખવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું વધારામાં કહ્યું કે, પંડિત જવાહરલાલ નહેરું તથા વિક્રમ સારાભાઈની દીર્ઘદ્રષ્ટિને કારણે ભારત અંતરીક્ષના ક્ષેત્રે અગ્રણી બની રહ્યું છે. આ ભારત માટે ગૌરવની વાત છે.


ABOUT THE AUTHOR

...view details