રાહુલ ગાંધીએ DSP દેવિંદરસિંહ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માટે માગ કરી છે. આ મામલે મોદી સાહેબ મૌન કેમ સાધી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે, DSP દેવિંદરસિંહે લોહીથી ખરડાયેલા 3 આતંકવાદીઓને પોતાના ઘરમાં શરણ આપી હતી. જે બાદ તેઓ આ આતંકીઓને દિલ્હી લઈ જતા હતા, ત્યારે પકડાઈ ગયા હતા. DSP દેવિંદરસિંહ વિરૂદ્ધ 6 મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવવો જોઈએ અને દેશદ્રોહ કરવા બદલ કડક સજા આપવી જોઈએ.
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી તપાસ કરવા માગ કરી...