નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ચાર્ટ શેર કર્યો છે. જેમાં સાત દિવસમાં આવેલા કોરોનાના કેસના આધાર પર અમેરિકા, ભારત, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની તુલના કરી છે. આ ચાર્ટમાં ભારતનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે. ભારતથી પણ વઘુ અમેરિકામાં કોરોનાના કેસ વધારે છે. હાલ સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડમાં સ્થિતિ કાબૂમાં છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કુલ કોરોના દર્દીની સંખ્યા 1 કરોડ 30 લાખને પાર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 5 લાખ 71 હજારથી વધુ લોકોના મોત થયાં છે. તેમજ 75 લાખથી વધુ લોકો સ્વસ્થ થયાં છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 50 લાખ છે.