ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાજરીમાંથી મુક્તિની રાહુલ ગાંધીની અરજી મંજૂરઃ 10 ડિસેમ્બરે બીજી મુદ્દત - rahul gandhi defomation case

સુરતઃ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આડકતરી રીતે ચોર કહ્યા હતાં. તેમણે કહ્યુ હતું કે, બધા ચોરની સરનેમ મોદી કેમ છે? આ ઉપરાંત રાહુલે રાફેલ કેસમાં મોદી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતાં. આ મામલે સુરત ભાજપના અગ્રણી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્વ બદનક્ષીનો આરોપ મુકી સુરત કોર્ટમાં કેસ કર્યો હતો. આજે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા છે. હાજરીમાંથી મુક્તિ આપવાની અરજીને કોર્ટે સ્વીકારી લીધી છે. આગામી 10 ડિસેમ્બરે બીજી સુનાવણી હાથ ધરાશે.

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા

By

Published : Oct 10, 2019, 11:01 AM IST

Updated : Oct 10, 2019, 11:15 AM IST

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકની એક રેલીમાં ‘બધા જ ચોરોનાં ઉપનામ મોદી કેમ’ એવી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી સામે છેક સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદની આજે મુદત છે.

બેંગલુરુથી ૧૦૦ કિલોમીટર દૂર ૧૩ એપ્રિલ, ૨૦૧૯ના રેલીમાં કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછ્યું હતું કે બધા જ ચોરોનાં ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ ૩૦ હજાર કરોડ પોતાના દોસ્ત અનિલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં વકીલ હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેશ પવાર મારફત પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી.

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા

આ પૂર્વે કેટલાક કોંગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત પણ લીધી હતી અને મુલાકાત દરમિયાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું પ્લાનિંગ હાથ ધર્યું હતું. કોંગ્રેસ અગ્રણી બાબુ રાયકાએ જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર રહેશે. તેઓ ઍરપોર્ટથી સીધા કોર્ટમાં આવ્યા હતાં. બાદમાં મુંબઈ જવા રવાના થશે. રાહુલ ગાંધી તરફે વકીલ કિરિટ પાનવાલા ઉપસ્થિત રહ્યા છે.

આ મામલે ફરિયાદી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમાજનું અપમાન કર્યુ છે. મોદી સમાજ એક થઈને લડશે. કોર્ટનો જે પણ નિર્ણય હશે તે અમને માન્ય રહેશે. જ્યારે રાહુલ ગાંધીના વકીલે કિરિટ પાનવાલાએ જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં ચૂંટણીઓ આવતી હોવાથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે. જેમાં રાહુલ ગાંધી વતી તેમના વકીલ હાજર રહે તેવી દાદ મંગાશે. આ ઉપરાંત કોર્ટ રાહુલ ગાંધીને પુછશે કે તેમને આ ગુનો કબૂલ છે કે નહીં?

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા

આ વચ્ચે આશરે 10:30 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં પહોંચી ગયા હતા. 10.45 વાગ્યાની આસપાસ ન્યાયાધીશ આવ્યા હતાં. કોર્ટને કબુલાતનામું વંચવાવામાં આવ્યુ હતું. રાહુલ ગાંધીએ ગુનો કબુલવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ હાજરીમાંથી મુક્તિ મેળવવાની અરજી કોર્ટે મંજૂર કરી હતી. 15 મિનિટની કોર્ટ કાર્યવાહી બાદ રાહુલ ગાંધી નીકળી કોર્ટમાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન તેમની સાથે પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ પણ ઉપસ્થિત રહ્યા હતાં. હાલમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તો બીજી તરફ કોઈ અજાણ્યા બાઈક સવાર દ્વારા રાહુલ ગાંધીને અપશબ્દો બોલાતા કોંગ્રેસ કાર્યકરોએ કોર્ટ સંકુલની બહાર હંગામો કર્યો હતો. કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડીયાએ ઝપાઝપી પણ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

Last Updated : Oct 10, 2019, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details