મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે થનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કાશ્મીરમાંથી હટાવેલી કલમ 370ના નિર્ણયનો જશ લેવાના મૂડમાં છે, તો કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય મીડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો છે.
મોદી સરકાર અને મીડિયા મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવે છે: રાહુલ ગાંધી - મોદી સરકાર અને મીડિયા મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવે છે
મુંબઈ: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને હાડે હાથ લેતા કહ્યું કે, મોદી સરકાર ગરીબોના ખીસ્સામાંથી રૂપિયા કાઢીને અમીરોના ખીસ્સા ભરવામાં લગી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક જનસભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ મોદી સરકારની સાથે રાષ્ટ્રીય મીડિયા પર સામાન્ય લોકોનું ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રના લાતૂર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતાં કહ્યું કે, ખેડૂતોની મુશ્કેલી અને નોકરીના મુદ્દે મીડિયા ચુપ છે. મીડિયા, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું કામ મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનું છે.
મોદી સરકારે 15 અમીર લોકોનું 5.5 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. નોટબંધી, GSTનો ઉદ્દેશ્ય ગરીબોના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને અમીરોને આપવાનો છે. મીડિયા અમીરોના દેવા માફી પર ચુપ છે.
મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થયેલ મુલાકાત દરમિયાન 2017ના ડોકલામ ગતિરોધક અંગે કોઈ વાતચીત કરી કે કેમ? સરકાર કલમ 370 અને ચંદ્રની વાતો કરીં રહીં છે, પરંતુ દેશની સમસ્યાઓ પર ચુપકીદી સાધી છે.