ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીનો જેસલમેરનો પ્રવાસ રદ્દ - રાહુલ ગાંધી જેસલમેરની મુલાકાતે

બિહારની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારથી પોતાના મિત્રો સાથે રજા પર જેસલમેર જવા રવાના હતા. આ કાર્યક્રમ અચાનક રદ્દ કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Nov 11, 2020, 6:56 AM IST

Updated : Nov 11, 2020, 10:38 AM IST

  • બિહાર ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધી રાજસ્થાનનો પ્રવાસ રદ્દ
  • રજા મનાવવા માટે રાહુલ ગાંધી જેસલમેરની મુલાકાતે
  • 2 દિવસ રોકાશે જેલસમેરમાં

રાજસ્થાન (જેસલમેર): બિહાર ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે તેમના મિત્રો સાથે રજા પર જેસલમેર પ્રવાસે જવાના હતા. પરંતુ આ કાર્યક્રમને અચાનક રદ્દ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને લઈ હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

જેસલમેરની 2 દિવસની મુલાકાતે રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે વહેલી સવારમાં વિશ્વના પ્રખ્યાત પર્યટન સ્થળ જેસલમેરમાં 2 દિવસની મુલાકાતે લેવાના હતા. તેમની મુલાકાત માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. અને તેમની સુરક્ષા ટીમ જેસલમેર પહોંચી ગઈ હતી.આ પહેલા કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કરવા ઈનકાર કરી દીધો હતો. હોટલમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સ્થાનિક સત્તાવાર સૂત્રોએ આ મુલાકાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધી બુધવારે વહેલી સવારે નવી દિલ્હીથી ખાનગી વિમાનમાં જેસલમેર એરપોર્ટ પર પહોંચશે.પરંતુ હવે રાહુલ ગાંધીનો કાર્યક્રમ અચાનક રદ્દ કરવામાં આવ્યો છે.

Last Updated : Nov 11, 2020, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details