ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 10 લાખને પાર, રાહુલ ગાંધીએ જણાવ્યું ઓગસ્ટમાં કેટલા થશે કેસ

શુક્રવારે સવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ઓગસ્ટમાં થનારી કોરોના સંક્રમિત સંખ્યાનું અનુમાન લગાવ્યું છે.

By

Published : Jul 17, 2020, 4:39 PM IST

ETV BHARAT
કોરોના પોઝિટિવ કેસનો આંકડો 10 લાખને પાર, રાહુલ ગાંધીએ જણાવ્યું ઓગસ્ટમાં કેટલા થશે કેસ

નવી દિલ્હીઃ દેશમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુરુવારે રાત્રીએ દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર થઇ છે. આ દરમિયાન શુક્રવારે સવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ઓગસ્ટમાં કોરોના સંક્રમિત સંખ્યાનું અનુમાન લગાવ્યું છે. રાહુલ ગાંધી અનુસાર ઓગસ્ટમાં ભારતમાં 20 લાખ લોકો કોરોનાથી સંક્રમિત હશે. 14 જુલાઈએ જ્યારે કોરોનાનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો હતો, ત્યારે રાહુલ ગાંધીએ આ અઠવાડિયામાં કોરોના કેસ 10 લાખ થવાની ભવિષ્યવાણી કરી હતી.

શુક્રવારે સવારે ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું કે, 10,00,000નો આંકડો પાર થયો છે. આ ઝડપથી #COVID19 ફેલાયો તો, 10 ઓગસ્ટ સુધી દેશમાં 20,00,000થી વધુ લોકો સંક્રમિત થશે. સરકારે મહામારી રોકવા માટે કડક અને સુઆયોજિત પગલાં ભરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી કોરોના સંક્રમણની શરૂઆત બાદથી જ સરકારની નીતિઓ વિરુદ્ધ રહ્યા છે. રાહુલ ગાંધીએ અગાઉ લોકડાઉન અને પછી પ્રવાસી મજૂરની સમસ્યાને લઇને સરકારની ખૂબ ટીકા કરી છે. રાહુલ ગાંધીએ સરકારને આર્થિક નીતિઓના કારણે પણ આડે હાથ લીધી હતી.

સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ, ભારતમાં કોવિડ-19 સંક્રમણના કેસની સંખ્યા ગુરુવારે 10 લાખને પાર પહોંચી છે. આ સાથે જ દેશમાં કોરોનાના રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત મંત્રાયલે જણાવ્યું કે, 24,915 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે, જ્યારે સારવાર બાદ 6,12,815 લોકોને સ્વસ્થ થયા છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, હવે દેશમાં દરરોજના 30,000થી વધુ કોરોના સંક્રમિત દર્દી સામે આવી રહ્યાં છે.

Covid19india.org મુજબ દેશમાં કોરોના વાઇરસના 10 લાખથી વધુ દર્દી સામે આવ્યા છે, જ્યારે દેશમાં કોરોના રિકવરી રેટ 63.25 ટકા પહોંચ્યો છે. જો રિકવર થયેલા દર્દીની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી 6,12,815 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details