નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની પ્રશંસા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સરકારે પહેલીવાર યોગ્ય પગલું ભર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'સરકાર દ્વારા નાણાંકીય સહાય પેકેજની ઘોષણા કરવી એ યોગ્ય દિશામાં પહેલું પગલું છે. લોકડાઉનમાં ખેડૂતો, દૈનિક વેતન મેળવનારાઓ, મજૂરો, મહિલાઓ અને વૃદ્ધો સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
કોરોના પ્રભાવિતોને આર્થિક મદદની સરકારની જાહેરાતથી રાહુલ ગાંધી ખુશ, કહ્યું સરકારે યોગ્ય પગલું ભર્યું - રાહુલ ગાંધી ન્યુઝ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે આ સરકારે પહેલીવાર યોગ્ય પગલું ભર્યું છે.
rahul
21 દિવસના લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબોને ખોરાક પૂરા પાડવાની નાણાકીય સહાય પેકેજની જાહેરાતથી રાહુલ ગાંધીએ ખુશી વ્યક્ત કરી છે.