આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી વાયનાડમાં પૂરગ્રસ્ત વિસ્તારોની ચાર દિવસીય યાત્રા પર છે. ત્યાં લોકોની સમસ્યાઓ રાહુલ ગાંધી સાંભળી રહ્યા છે. તેમની એક ઝલક જોવા માટે લોકો રસ્તાઓ પર આવી ગયા હતા. આ લોકોનું અભિવાદન જીલવા માટે રાહુલ ગાંધીએ પોતાની ગાડી ઊભી રાખી હતી.
વાયનાડમાં યુવકે રાહુલ ગાંધીને કિસ કરી !
વાયનાડ (કેરલ): કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના લોકસભા ક્ષેત્ર વાયનાડમાં ચાર દિવસીય યાત્રા પર છે. રાહુલ ગાંધીને અહીં એક વિચિત્ર પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક યુવકે રાહુલ ગાંધીને આવીને અચાનક કિસ કરી ગયો હતો.
ani
બરાબર આજ સમયે વાદળી રંગના શર્ટ પહેરેલા એક યુવકે આવીને રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો હતો. તથા આવીને ગાલ પર કિસ કરી હતી. ઘટના સમયે રાહુલ ગાંધી ગાડીની આગળની સીટ પર બેઠા હતા. મીડિયામાં આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ ઘટના બાદ કાર્યકરોએ આ યુવકને પાછો ખેંચી લીધો હતો.