રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હેં' નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં માફી માંગી - minaxi lekhe
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હેં' વાળા નિવેદનને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કોર્ટમાં આપેલા અફિડેવીટમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના માહોલમાં આવું નિવેદન આપી દીધું હતું. જેનો તેમને અફસોસ છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે ચોકીદાર ચોર છે.
file
રાહુલના આ નિવેદન બાદ ભાજપ સાંસદ મિનાક્ષી લેખેએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલના આ નિવેદન પર કોર્ટે 15 એપ્રિલે એક નોટીસ જાહેર કરી હતી. કોર્ટે રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી જવાબ આપવા કહ્યું હતું.