ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જળપ્રલય: પૂર પીડિતોની મદદે વાયનાડ પહોંચ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી: દેશના મોટા ભાગના વિસ્તારોમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેરળમાં કેટલાક જિલ્લાઓ સંપૂર્ણપણે પૂરગ્રસ્ત છે. જેને કારણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ​​વાયનાડની મુલાકાત લીધી હતી. આ તેમનો સંસદીય મત વિસ્તાર પણ છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, તેઓ કેરળમાં થોડા દિવસ રોકાશે અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

rthry

By

Published : Aug 12, 2019, 4:39 PM IST

Updated : Aug 12, 2019, 6:07 PM IST

ભારે વરસાદ પછી દેશના અનેક રાજ્યોમાં પૂરનો કહેર યથાવત છે. રાજ્યોમાં અવારનવાર વરસાદ અને ભૂસ્ખલન થાય છે. જેયારે મૃત્યુઆંક 150 ને પાર થઇ ગયો છે. આ પૂરને કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ હાલત ગંભીર છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવ કાર્ય ચાલું છે. વાયનાડની કૈથાપોયિલ રાહત શિબિરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મેં, તમારા સાંસદ તરીકે, મુખ્યપ્રધાનને ફોન ઉપર શક્ય તેટલી મદદ કરવા વિનંતી કરી છે. ત્યારબાદ સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડમાં પૂર પીડિતોને મળ્યા અને તેમને રાહત સામગ્રી આપી હતી.

પૂર પીડિતોની મદદે વાયનાડ પહોંચ્યા રાહુલ ગાંધી

સાંસદ રાહુલ ગાંધીએ 11 ઓગસ્ટે મહારાષ્ટ્ર અને કર્ણાટકના પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. રાહુલે રાહત શિબિરોની મુલાકાત લઈને પૂર પીડિતોની પણ મુલાકાત લીધી હતી.

Last Updated : Aug 12, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details