કેરળ પુરગ્રસ્ત લોકોની સંભાળ લેવા વાયનાડ પહોંચેલા રાહુલ ગાંધીએ રાહત શિવિરોમા રહેતા પુરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી.
કેરળના વાયનાડમા રાહુલ ગાંધીએ પુરગ્રસ્ત લોકોમા રાહત સામગ્રીનુ કર્યુ વિતરણ મુલાકાત દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, હુ કેરળનો મુખ્યમંત્રી તો નથી પરંતુ તમને તમારા અધિકાર મળે તે વાતનુ ધ્યાન રાખવુ એ મારી જવાબદારી છે.
પુરગ્રસ્તોની મુલાકાત બાદ તેમણે કોંગ્રેસ નેતાઓ તેમજ અન્ય સભ્યો સાથે ચા પણ પીધી હતી.
નોંધપાત્ર છે કે, કેરળમા ભારે વરસાદને કારણે પુર આવ્યુ હતુ. આ દરમિયાન ઘણા લોકોના મોત થયા હતા, લોકોએ રાહત શિવિરોનો સહારો લીધો હતો.