આ અંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ક્યારેય એવું માન્યુ નથી અને કહ્યું પણ નથી કે, ચોકીદાર ચોર છે. સુપ્રીમ કોર્ટે ક્યારેય પણ રાજકીય નારાઓનું સમર્થન કર્યું નથી તો પછી તેમ કેમ તેનો ઉપયોગ કરી શકો ? જેને લઈ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનું સિંધવીએ કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી માફી માંગી હતી.
માનહાનિ કેસ: રાહુલ ગાંધીના વકીલે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી - chowkidar
ન્યૂઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર માનહાનિ કેસમાં સુનાવણી હાથ ધરી હતી. જેમાં કથિત રીતે રાહુલ ગાંધી પર આરોપ હતો કે, રાહુલ ગાંધીએ પ્રચારમાં એવું કહ્યું હતું કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે, ચોકીદાર ચોર હેં. જેને લઈ ભાજપના સાંસદ મિનાક્ષી લેખે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી.

ians
આપને જણાવી દઈએ કે, સોમવારે રાહુલ ગાંધીએ પોતાના આ નિવેદન પર માફી માંગતો જવાબ પણ રજૂ કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી તેમની સભાઓમાં અને પ્રચારમાં રાફેલ વિમાન ડીલને લઈ મોદી સરકાર પર પ્રહારો કરતા જોવા મળે છે. રાહુલે આ મુદ્દે વધારે મજબૂત બનાવા માટે ચોકીદાર ચોર હેં.નું સૂત્ર પણ આપ્યું હતું જેના જવાબમાં ભાજપે મેં ભી ચોકીદાર હું સૂત્ર આપ્યું છે.