નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ રવિવારે ટ્વીટ કરી ભાજપ પર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે, ‘ભારતમાં BJP અને RSS ફેસબુક અને વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મનું નિયંત્રણ કરે છે, તેઓ આ માધ્યમથી ખોટા સમાચાર અને નફરત ઉભી કરી રહ્યા છે અને આનો ઉપયોગ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે થઇ રહ્યો છે.’
રાહુલ ગાંધીએ BJP-RSS અંગે કર્યું વિવાદીત ટ્વીટ, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે, ભારતમાં BJP અને RSS ફેસબુક અને વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મનું નિયંત્રણ કરે છે, આ માધ્યમથી ખોટા સમાચાર અને નફરત ઉભી કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના આ ટ્વીટનો જવાબ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આપ્યો હતો. રવિશંકર પ્રસાદે લખ્યું કે, ‘આવા લોકો પોતાની પાર્ટી અને પોતાના લોકો પર કોઇ પ્રભાવ પાડી શકે નહીં, તેઓ કહે છે કે, પૂરી દુનિયા BJP અને RSSના કન્ટ્રોલમાં છે. તમે ચૂંટણી પહેલા ડેટાને હથિયાર બનાવવા માચે કેમ્બ્રિજ એનાલિટિકા અને ફેસબુકની સાથે જોડીને રંગેહાથે ઝડપાઇ ગયા છે, અને હવે તમે અમારી સાથે પૂછપરછ કરી રહ્યા છે.’
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, ‘આજે તથ્ય એ છે કે સૂચના અને અભિવ્યકિતની સ્વતંત્રતાનું લોકતંત્રીકરણ થઇ ગયું છે. આ હવે આપણા પરિવારના સેવકો દ્વારા નિયંત્રણમાં લાવી શકાય નહીં અને એટલા માટે જ તમને દર્દ થાય છે. અત્યારસુધી બેંગ્લોરના દંગાની તમે નિંદા કરી રહ્યા હતા. તમારું સાહસ ક્યા જતું રહ્યું...?’