નવી દિલ્હી :ઉત્તરપ્રદેશથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા નસીબ પઠાનનું નિધન થયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને ટ્વિટ કરી શ્રદ્ધાજંલિ પાઠવી છે. સાથે એક વીડિયો પર શેર કર્યો છે. આ વીડિયો નસીબ પઠાનનો જ છે. જે તેમને હોસ્પિટલમાં રેકોર્ડ કર્યો હતો.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી નસીબ પઠાનને આપી શ્રદ્ધાંજલિ - latestgujaratinews
ઉત્તરપ્રદેશથી કોંગ્રેસના પૂર્વ વિધાન પરિષદના સભ્ય અને CLP અધ્યક્ષ નસીબ પઠાન સાહબનું કોરોનાથી નિધન થયું છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

Congress Leader Rahul Gandhi
કોંગ્રેસ નેતાએ તેમના ટ્વિટમાં લખ્યું કે, ઉત્તરપ્રદેશથી કોંગ્રેસના નેતા પૂર્વ વિધાન પરિષદના સભ્ય અને CLP અધ્યક્ષ નસીબ પઠાન સાહેબનું કોરોનાથી નિધન થયુ છે. તેમના પરિવારને મારી સંવેદના નસીબ સાહેબ એક મહત્વપુર્ણ સંદેશો આપ્યો છે. જે તમારી સાથે શેર કરી તેમને દિલથી શ્રદ્ધાજંલિ પાઠવું છું.
કોંગ્રેસ નેતા નસીબ પઠાને તેમના વીડિયોમાં રાહુલ ગાંધીની હાથરસમાં થયેલી ધરપકડ અને કૃષિ બિલના વિરોધ તેમજ યૂપી સરકારની નિંદા કરી છે.