હકીકતમાં જોઈએ તો, ઝારખંડના ગોડ્ડામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા, પણ આજ કાલ આપણે જ્યાં પણ જોઈએ ત્યાં દેખાઈ છે રેપ ઈન ઈન્ડિયા. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના ધારાસભ્યએ પેહલા દુષ્કર્મ કર્યું અને બાદમાં તે પીડિતા મોતને હવાલે થઈ ગઈ પણ મોદીએ એક શબ્દ ન કહ્યો. જણાવી દઈએ કે, લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ શુક્રવારના રોજ રાહુલ ગાંધીના નિવેદનને લઈ હોબાળો થયો હતો.
સંસદમાં થયેલા આ હોબાળા બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પોતાના ટ્વીટર પર વડાપ્રધાન મોદીનો એક જૂનો વીડિયો શેર કરી વડાપ્રધાન મોદીએ આપેલા નિવેદનને યાદ કરાવ્યું હતું.