ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ, કહ્યું- ભારતમાં કોરોનાના કેસ વધારે, પરંતુ 'બધુ બરોબર’ - રાહુલ ગાંધી કોરોના ટ્વીટ

રાહુલ ગાંધીએ વધતા કોરોના કેસ પર મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કોવિડ સામે મોદી સરકારની 'આયોજિત લડત'એ ભારતને મુશ્કેલીઓમાં ધકેલી દીધું છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Sep 12, 2020, 12:24 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ફરી ટ્વિટ કરીને વધતા કોરોના અને ઘટતા અર્થતંત્રના મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોવિડ સામે મોદી સરકારની 'આયોજિત લડત'એ ભારતને મુશ્કેલીઓમાં ધકેલી દીધું છે. રાહુલ ગાંધીએ ચાર મુદ્દાઓ દ્વારા કોરોના રોગચાળાની અસર સમજાવી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીડીપીમાં ઐતિહાસિક 24 ટકા ઘટાડો, 12 કરોડ નોકરીઓ ગુમાવી, 15.5 લાખ કરોડનું વધારાનું દબાણયુક્ત દેવું અને વિશ્વમાં કોવિડના સર્વોચ્ચ દૈનિક કેસ અને મૃત્યુ, પરંતુ ભારત સરકાર અને મીડિયા કહે છે કે 'બધુ બરોબર છે'.

રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી સતત ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધતા હતા. તે અર્થવ્યવસ્થા અને કોરોના મુદ્દે સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details