ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેરોજગારી પર રાહુલનો કેન્દ્ર સરકાર પર વાર, કહ્યું- "1 નોકરી, 1000 બરોજગાર" - દેશમાં બેરોજગારી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે એક વખત ફરી બેરોજગારીના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, "1 નોકરી, 1000 બેરોજગાર, કયા કર દીયા દેશ કા હાલ."

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Aug 24, 2020, 2:36 PM IST

Updated : Aug 24, 2020, 2:47 PM IST

નવી દિલ્હી: દેશમાં વધી રહેલી બેરોજગારી વિશે રાહુલે ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે,"1 નોકરી, 1000 બેરોજગાર, ક્યા કર દીયા દેશ કા હાલ." રાહુલે વધુમાં કહ્યું કે, સરકારી પોર્ટલ પર એક અઠવાડિયામાં 7 લાખ લોકોએ નોકરી માટે આવેદન કર્યું છે.

20 ઓગસ્ટે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, મોટી સંખ્યામાં નાના અને મધ્યમ વ્યવસાય બંધ થઇ ગયા છે. તેમણે કહ્યું કે, ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે, જ્યારે દેશ પોતાના યુવાનોને રોજગારી નથી આપી શક્યો. રાહુલે એક વર્ચુઅલ પ્રેસ પરિષદમાં કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રો દેશમાં 90 ટકા રોજગાર માટે જવાબદાર છે. તેમણે દાવો કર્યો છે કે, કેટલાક કારોબાર ટૂંક સમયમાં બંધ થઇ જશે, જેથી બેરોજગારી સંકટ ઉભું થશે. અગાઉ રાહુલે કહ્યું હતું કે, છેલ્લા 4 મહિનામાં લગભગ 2 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. 2 કરોડ પરિવારોનું ભવિષ્ય અંધકારમાં છે.

Last Updated : Aug 24, 2020, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details