ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ લોકતંત્રનું રક્ષણ કરવા લોકોને અવાજ ઉઠાવવા અપીલ કરી - Rahul Gandhi news

કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનમાં સિયાસી સંકટને લઇને દેશના તમામ રાજ્યોમાં રાજભવન સામે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની જનતાને એક થઈને લોકતંત્રના રક્ષણ માટે અવાજ ઉઠાવવા અપીલ કરી છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Jul 26, 2020, 1:30 PM IST

નવી દિલ્હી : રાજસ્થાનમાં રાજકીય સંકટને લઇને કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે નાગરિકોને "લોકતંત્રનું રક્ષણ" માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી અને પાર્ટીના અભિયાનની શરૂઆત કરી હતી.

કોંગ્રેસે કહ્યું કે, પાર્ટીએ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી વિરોધી અને બંધારણીય કામો વિરોધ ચલાવવામાં આવેલા અભિયાનનો વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો.આ પ્રદર્શનમાં પાર્ટીએ એક ઓનલાઇન અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ 'લોકતંત્રનું રક્ષણ ' નામથી આખા દેશમાં ઓનલાઇન અભિયાન શરૂ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details