ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકાર બ્રિટિશ રાજ છે, એકલા લડશું અને જીતીશુંઃ રાહુલ - National News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કરારી હાર મળ્યા બાદ નિરાશ થયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પાર્ટીઓના નેતાઓમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ જોશ ભરવાનો પ્રયત્ન કર્યો હતો.

રાહુલ ગાંધી

By

Published : Jun 2, 2019, 8:59 AM IST

રાહુલે મોદી સરકારની તુલના બ્રિટિશ રાજ સાથે કરી- એકલા લડશું અને જીતશું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કરારી હાર મળ્યા બાદ નિરાશ થયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પાર્ટીઓના નેતાઓમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ જોશ ભરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે, “કોઈ પણ તમને મદદ નહીં કરે, આ બ્રિટિશ સરકાર જેવી સરકાર છે. છતાં પણ આપણે લડીશું અને આ વખતે ફરીથી જીતીશું. લોકસભામાં 52 સાંસદ હોવા છતાં તેમની પાર્ટી આગલા પાંચ વર્ષો સુધી ભાજપની વિરૂદ્ધ લડશે અને જીતશે.

રાહુલે કહ્યું કે, “મને કોઈ શંકા નથી કે, કોંગ્રેસ ફરી મજબૂત થશે. એવી કોઈ સંસ્થા નથી કે જે તમારો સાથ આપશે. આ બ્રિટીશ યુગ છે, જ્યારે કોંગ્રેસને કોઈ પણ સંસ્થાએ સહકાર આપ્યો નથી, તેમ છતાં આપણે લડ્યા અને જીત્યા હતા અને ફરીથી જીતીશું.” ત્યારબાદ તેમણે ટ્ટીટ કરી જણાવ્યું કે, “અમે આપણા સંવિધાન અને સંસ્થાઓની રક્ષા કરવા માટે બબ્બર સિંહ જેવું કામ કરશું અને સંસદમાં ભાજપને સરળતાથી જીતવાની કોઈપણ તક આપશું નહીં.”

ચૂંટણી બાદ યોજાયેલી સંસદીય દળની પ્રથમ બેઠકમાં તેમણે કહ્યું કે, તમે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ એવા લોકો હશો જે કોઈ પણ રાજનીતિક પાર્ટીની વિરુદ્ધ નહી, પરંતુ દેશની બધી જ પાર્ટીઓ વિરુદ્ધ લડી રહ્યા છો. એવી કોઈ પણ પાર્ટી નથી જે લોકસભા ચૂંટણીમાં તમારી સાથે લડી નહી હોય અને તમને રોકવાનો પ્રયત્ન નહી કર્યો હોય. તમે આવી દરેક સંસ્થા સાથે લડ્યા અને લોકસભામાં પહોંચી ગયા જેનો તમને ગૌરવ હોવો જોઈએ.

રાહુલે કોંગ્રેસ સાંસદોમાં જોશ ભરતા કહ્યુ કે, તમારે પહેલા સમજવું પડશે કે, તમે શું છો. જો તમે લડવા જઈ રહ્યા છો તો, તમને ખબર હોવી જોઈએ કે, તમે કોના માટે લડવા જઈ રહ્યા છો? તમે આ દેશના સંવિધાન માટે લડી રહ્યા છો. તમે આ દેશના દરેક નાગરિકના અધિકાર માટે લડી રહ્યા છો, પછી ભલે તેનો રંગ, ધર્મ અને રાજ્ય કોઈ પણ હોય.

સાંસદ સોનિયા ગાંધી

ગાંધીએ કહ્યું છે કે, સમજો કે તમારી સામે કોણ લડી રહ્યું છે? ધિક્કાર, ડર અને ગુસ્સો તમારી સામે લડે છે. વિશ્વાસનો અભાવ, આત્મવિશ્વાસનો અભાવ તમારા વિરુદ્ધ લડી રહ્યો છે. જે લોકો આ સાંસદમાં અમારો વિરોધ કરે છે તેઓ નફરત અને ક્રોધનો ઉપયોગ કરે છે.

છેલ્લે જો સ્પીકર આપણને પાંચ મિનિટનો સમય આપતી હતી તો આ વખતે બે મિનિટનો સમય પણ આપી શકે થે, પરંતુ આ બે મિનિટમાં પણ આપણે એ વાતને રાખશું જેમા કોંગ્રેસ પાર્ટી વિશ્વસ રાખશે. આપણે સંવિધાનની રક્ષાને સૌથી આગળ રાખીશું
.

ABOUT THE AUTHOR

...view details