ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- રેવા સૌર ઊર્જા પ્લાન્ટનો દાવો 'અસત્યાગ્રહી' - એશિયાની સૌથી મોટી પરિયોજના

મધ્યપ્રદેશના રેવામાં એક પરિયોજનાને એશિયાની સૌથી મોટી પરિયોજના બતાવવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે એક ટ્વીટના માધ્યમથી PMના નિવેદનને 'અસત્યાગ્રહી' ગણાવ્યું છે.

Rahul
રેવા સૌર પ્રોજેક્ટ

By

Published : Jul 11, 2020, 1:44 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના રેવામાં એક સૌર ઉર્જા પરિયોજનાને એશિયાની સૌથી મોટી પરિયોજના બતાવવા માટે શનિવારે PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.રાહુલે વડાપ્રધાન કાર્યાલયના એક ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યું કે, 'અસત્યાગ્રહી'

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને શુક્રવારે મધ્યપ્રદેશના રેવામાં 750 મેગાવોટની પરિયોજનાનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો અને કહ્યું કે, રેવાનો આ સૌર ઉર્જા પ્લાન્ટ આખા ક્ષેત્રને ઊર્જાનું મોટું કેન્દ્ર બનાવવામાં મદદ કરશે. આજે રેવાએ ખરેખર ઇતિહાસ રચી દીધો છે. રેવાની ઓળખ માતા નર્મદા અને સફેદ વાધ તરીકે થઈ છે. હવે એશિયાના સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટનું નામ પણ આમાં જોડાઇ ગયું છે.

આ નિવેદન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યું કે, 'અસત્યાગ્રહી'

ABOUT THE AUTHOR

...view details