હાથરસઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામૂહિક દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ઉત્તર પ્રદેશના હાથરસ જવા નીકળ્યા હતા. જેથી યમુના એક્સપ્રેસ વે પર જિલ્લા વહીવટી તંત્રએ રાહુલ-પ્રિયંકાના કાફલાને રોક્યો હતો.
રાહુલ-પ્રિયંકાને નોઈડા પોલીસે કર્યા મુક્ત, બન્ને દિલ્હી જવા રવાના - નોઈડા પોલીસ
ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતીના મોત મુદ્દે બુધાવારે સાંજે 3 સભ્યોની ટીમ પહોંચી હતી. ટીમના પ્રમુખ ભગવાન સિંહે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર તપાસનો રિપોર્ટ 7 દિવસમાં સરકારને સોંપવાનો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સમગ્ર કેસને લઇને યુપી સરકારને આડે હાથ લીધી છે. આ ઉપરાંત બુધવારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ યોગી સરકાર પાસે રાજીનામાની માગ કરી હતી. આ સાથે જ ગુરુવારે રાહુલ-પ્રિયંકા પીડિત પરિવારને મળવા માટે જઇ રહ્યાં હતા. જેથી નોઈડા પોલીસે નિયમ ભંગનું કહી બન્નેની અટકાયત કરી હતી.
રાહુલ-પ્રિયંકા નોઈડા પોલીસની કસ્ટડીમાં, લાઠી ચાર્જનો લગાવ્યો આરોપ
કસ્ટડીમાં લીધા બાદ રાહુલે પોલીસ અધિકારીઓને પૂછ્યું કે, કઈ કલમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે? તેમણે કહ્યું કે, તે એકલા હાથરસ જવા માગે છે. ત્યારબાદ પોલીસે રાહુલ-પ્રિયંકા બન્નેને મુક્ત કર્યાં છે. જેથી બન્ને દિલ્હી જવા રવાના થયાં છે.
ઉલ્લેખનીય છે કે, નોઈડા પોલીસે રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લીધા અગાઉ બન્ને વચ્ચે ધક્કા-મુક્કી જોવા મળી હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નીચે પડી ગયા હતા. આ ઉપરાંત નોઈડા પોલીસ લાઠીચાર્જ કરતી પણ જોવા મળી હતી.