ભોપાલ: પ્રખ્યાત શાયર રાહત ઈન્દૌરીનું કોરોના વાઇરસના સંક્રમણ બાદ નિધન થયું છે. રાહત ઈન્દૌરીને સોમવારે મોડી રાત્રે મધ્યપ્રદેશના ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઇન્દૌરીએ ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી
પ્રખ્યાત શાયર રાહત ઇન્દૌરીએ દુનિયાને કહ્યું અલવિદા, કોરોના સંક્રમણ બાદ થયું નિધન - રાહત ઇન્દૌરીનું નિધન
કોરોના વાઇરસના સંક્રમણ બાદ પ્રખ્યાત શાયર રાહત ઈન્દૌરીનું અવસાન થયું છે. રાહત ઈન્દૌરીને સોમવારે મોડી રાત્રે મધ્યપ્રદેશના ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઈન્દૌરીએ ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
rahat indori
આ અગાઉ, તેમણે પોતે એક ટ્વિટમાં લખ્યું હતું કે 'કોવિડના લક્ષણો દેખાતા ગઈકાલે મારો કોરોના ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. ઓરોબિંદો હોસ્પિટલમાં દાખલ છું, પ્રાર્થના કરો કે હું આ રોગને જલ્દીથી હરાવીશ. એક વધુ વિનંતી કે, મને કે ઘરે લોકોને ફોન કરી હેરાન કરશો નહીં, તમે ટ્વિટર અને ફેસબુક પર મારી તબિયત વિશે માહિતી મળશે.
રાહત ઈન્દૌરીને ઓરોબિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સારી પણ હતી, તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું પણ જણાયું હતું.