ઈન્દોરઃ લોકપ્રિય શાયર રાહત ઈન્દોરી કોરોનાથી પ્રભાવિત થયા છે. તેમણે ટ્વીટ કરી જાણકારી આપી કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહત ઈન્દોરીએ ટ્વીટ કરી કહ્યું કે, કોવિડ-19ના પ્રાથમિક લક્ષણો દેખાતાં મે સોમવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ હું અરવિંદો હોસ્પિટલમાં દાખલ થયો છું પ્રાર્થના કરો કે હું જલ્દી આ બિમારીને હરાવી દઉ. તેમજ વિનંતી છે કે મને અથવા મારા પરિવારને ફોન ન કરવો, મારા સ્વાસ્થ્ય અંગે હું ટ્વિટર અને ફેસબુક પર જાણકારી આપતો રહીશ.
લોકપ્રિય શાયર રાહત ઈન્દોરી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં થયા દાખલ - કોરોનાવાઈરસ ન્યૂઝ
જાણીતા શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને મધ્યપ્રદેશના અરવિંદો હોસ્પટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.
cx
રાહત ઈન્દોરી કોરોનાગ્રસ્ત થયા બાદ તેમને અરવિંદો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જોકો હાલ તેમની હાલત સ્થિર છે.